વિચારક

When Ego is zero you are a real hero.When heart is pure and mind is clear then God is near.

નાં જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે
જે સ્ક્રીપ્ટ માં લખ્યું છે એ ભજવવાનું છે

શ્વાસ પણ મારા નથી શું વસીયત કરું

જો તારું કઈ ના હોય તો છોડી ને આવ તું
જો તારું બધું હોય તો છોડી બતાવ તું

રાજેશ વ્યાસ મિસ્કીન
પ્રદક્ષિણા

માર્ગ મળશે તો મુંજ વળ નું શું થશે

હરણ આ હાંફી રહ્યું છે એને પાણી તો પૂછો
તરત અને ન પૂછો કેવો હતો જોજ્વાનો અનુભવ

તમે રાજા રાની ના ચીર સમા
અમે રંક ના છો રતન સમા

કાપડ ફાટે તો તાર લઈને સંધીએ
કાળજા ફાટે તો શેના થી સંધીએ

તું પુચાતી નહિ કેટલો પાગલ
આભ માં જો વાદળ એટલો પાગલ

બધું જલ્દી શીખવાના તારા આસ રેહવા દે

મારા ભોળા દિલનો શિકાર કરીને
આંખો થી આંખો ચાર કરીને

 

હું તો ખોબો માંગું ને દઈદે દરિયો

અરજ છે માંગણી છે અને લાલસા છે
તમારી પ્રાથના તો ક્યાં પ્રાથના છે

 

Advertisements

Kuch Ishq Kiya, Kuch Kaam Kiya

woh log bahut khush kismat thay
jo ishq ko kaam samajhte thay
ya kaam se aashiqui karte thay
ham jeete’ji masroof rahe
kuchh ishq kiya, kuchh kaam kiya
kaam ishq ke aa’re aata raha
aur ishq se kaam ulajhta raha
phir aakhir tang aakar ham ne
dono ko adhoora chhor diya

Privileged were those, indeed
who thought of love as their business
or were in love with what they did.
I remained busy my whole life–
with some love, with some work.
Work came in the way of love
and love was often intertwined with work.
Then, finally, in antipathy, giving it all up,
I left them both, half done.

સૌંદર્ય અને આનંદનું ઉગમસ્થાન :

સ્ત્રી થઈ પુરુષનું મન ન જીતી શકે તો બધી વિદ્યા વૃથા છે. સ્ત્રીનો સાચો ધર્મ પતિ અને બાળકોમાં સચવાયેલો છે. સ્ત્રી જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પોતાની આસપાસ બધી વસ્તુઓને એક પ્રકારના સૌંદર્ય અને સંયમથી બાંધી દે છે. પોતાના હલનચલન, વસ્ત્ર, આભૂષણ, વાતચીત, હાવભાવ – બધાંને એક પ્રકારનો અનિર્વચનીય ઘાટ આપે છે. એ સ્ત્રી કહેવાય છે…..

હે સ્ત્રી ! તું મારી એકાકી સ્થિતિનું સૌંદર્ય અને આનંદનું ઉગમસ્થાન છે. હું પૃથ્વી પર ચારે બાજુ ભટકતો હોઉં ત્યારે તું જ આવીને મારું જીવન વ્યવસ્થિત કરે છે. તું જ્યારે મારા ઘરમાં ફરતી હોય છે ત્યારે ત્યાં સ્વર્ગીય સૌંદર્ય અને આનંદની મને જાણ કરાવે છે. આખા દિવસના પરિશ્રમથી કંટાળેલા મગજને પ્રફુલ્લિત કરનાર તું જ છે, બીજું કોઈ નથી.

– રવીન્દ્રનાથ ઠાકુર

 

પહેલા ના ફકરા માં થોડી મારી અસહમતી છે પણ રવીન્દ્રનાથ ટાગોર ના મંતવ્ય ઉપર પૂરે પૂરી શ્રદ્ધા છે। ..

સોપારી પણ જુઓ હવે મારું દૃષ્ટાંત આપે છે.
ફસાઇ જતાં જ બોલી ઉઠે,દશા મેહુલ જેવી છે.

સૂડી જેવા સંજોગો ન હોય તો મઝા શેની આવે
મૂળ વાત તો કપાઇને ય આખા રહેવા જેવી છે.

નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?

એક દી’ એમણે પોતે જાતે કહ્યું,
‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો.
મારા વિશે જરા થોડા રૂપક કહો,
થોડી ઉપમાઓનું આજ સર્જન કરો.

કેવી હાલત ભલા થઇ હશે એ સમયે,
એ તો દિલ વાળા જે હોય કલ્પી શકે,
જેણે બાંધ્યો હો રૂપાળો રિશ્તો કદી,
એ જ સમજી શકે, એ જ જાણી શકે.

કોક બીજાની હોતે જો આ માંગણી,
હું’ય દિલ ખોલીને આજ વર્ણન કરત.
આ સભા દાદ દઇને દઇને થાકી જતે,
એવા સાહિત્યનું આજ સર્જન કરત.

પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા
એ જ રૂપક જો ચાહે તો હું શું કરું ?
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,
એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું ?

તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું,
છો રૂપાળા તમે, ખૂબ સારા તમે,
આંખ બહુ મસ્ત છે, ચાલ બહુ ખૂબ છે,
અંગે અંગે છો નખશીખ પ્યારા તમે.

કેવી સીધીને સાદી હતી વાત આ,
કેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા.
બોલ્યા કેવા મજાના છો શાયર તમે,
કેવુ સારું ને મનગમતું બોલી ગયા.

– સૈફ પાલનપુરી

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દરશનની ઝંખના હતી, અણસાર પણ ગયો,

એની બહ નજીક જવાની સજા છે એટલી,
મળતો હતો જે દૂરથી, સહકાર પણ ગયો,

એ પણ છે સત્ય એની ઉપર હક હવે નથી,
એવું ય કંઇ નથી કે અધિકાર પણ ગયો,

કેવી મજાની પ્રેમની દિવાલ એ હશે,
કે જ્યાં ‘મરીઝ’ જેવો, સમજદાર પણ ગયો.
-’મરીઝ’

Advertisements

  • નથી
  • No comments yet

શ્રેણીઓ